બ્રેકિંગ@ગુજરાત: ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસના રાજીનામા બાદ હવે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશું વ્યાસે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા ગત મોડી સાંજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આજે કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે. તેઓએ AICCના સેક્રેટરી પદેથી પણ રાજીનામું આપ્યું છે. તેઓએ કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ થઈને રાજીનામું આપ્યુ હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
મહત્વનું છે કે, હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે. તેઓને કોંગ્રેસ દ્વારા બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જોકે, બંન્ને વખત તેમને ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.