ગુજરાતઃ અમદાવાદ શહેરમાં આજથી મોંઘવારી વિરોધી કોગ્રેસ પદયાત્રા શરૂ કરશે
congrees

અટલ સમાચાર, ડેસ્ક

મોંઘવારીને લઈ કૉંગ્રેસ ફરી આક્રમક થઇ છે. આજે કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ યોજશે. લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર કોંગ્રેસ ધરણા કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરૂ કર્યા છે. જેના અનુસંધાનમાં આજે ધરણા કાર્યક્રમ યોજાશે.

વધતી મોંઘવારીના વિરોધમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન યોજાશે. તો અમદાવાદ શહેરમાં આજથી મોંઘવારી વિરોધી પદયાત્રા શરૂ થશે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં દરરોજ બેથી 3 વોર્ડમાં પદયાત્રા યોજાશે.જે 3 કિલોમીટરની હશે.આજે ચાંદખેડા વોર્ડથી આ યાત્રાની શરૂઆત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરાવશે. જેમા ધારાસભ્યો, કોર્પોરેટર, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને લાગશે મોટો ઝટકો, આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. મળતી જાણકારી અનુસાર , .ખેડબ્રહ્માના કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અશ્વિન કોટવાલ આગામી સમયમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપશે. રાજીનામું આપ્યા બાદ અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. મે મહિનાના પહેલા સપ્તાહમાં અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. બીજી તરફ  પહેલી મેના રોજ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.