નિર્ણય@ગુજરાત: રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારની નિમણૂંક, 31 જાન્યુઆરી પંકજ કુમાર થઈ રહ્યા છે નિવૃત્ત

 
Rajkumar IAS

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા જાન્યુઆરી 2023માં નિવૃત્ત થઇ રહ્યાં છે. ત્યારે મહત્વની આ બે જગ્યાએ કોને મૂકવા તેની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ત્યારે આજે રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારની નિમણૂંક કરી દેવામાં આવી છે. હાલ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવે છે. પંકજ કુમાર 31 જાન્યુઆરી નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે રાજકુમાર 31 જાન્યુઆરીએ હોદ્દો સંભાળશે. 

આધારભૂત સૂત્રોનું માનીએ તો, ગત બુધવારે મળી રહેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના પોલીસ વડા અને રાજ્યના વહીવટી વડા માટે ચાર નામોની પેનલ અંગે ચર્ચા થઇ હતી. ત્યારબાદ આ પેનલ દિલ્હી મોકલવામાં આવી હતી. વહીવટી અને પોલીસના વડા તરીકે બન્ને ઓફિસરોને વધુ એક્સટેન્શન આપવાની શક્યતા નહિવત હતી. તે જ પ્રમાણે, રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર નિવૃત્ત થવાના છે.

આપને જણાવીએ કે, સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ચીફ સેક્રેટરી તરીકે ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારનું નામ પ્રથમ હરોળમાં હતુ. જ્યારે રાજ્યના ડીજીપી તરીકે અતુલ કરવલની શક્યતા જોવામાં આવે છે. જોકે, પેનલમાં ચીફ સેક્રેટરી માટે રાજકુમાર ઉપરાંત એસ અપર્ણા, વિપુલ મિત્રા અને મુકેશ પુરી હોવાની સંભાવના હતી.