અપડેટ@મોરબી: મચ્છુના પાણીમાં મૃતદેહ શોધવામાં જળકુંભી અવરોધ બનતા નદીમાં ઉતારાયું આધુનિક મશીન

અટલ સમાચાર, ડેસ્ક
મોરબીમાં પુલ દુર્ઘટના મામલે હવે નદીમાંથી જળકુંભી દૂર કરવામાં આવશે. મહત્વનું છે કે, જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં મશીન દ્વારા નદીમાંથી જળકુંભી કઢાઈ રહી છે.
મોરબી મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આજે સવારથી નદીમાં ફરી મૃતદેહની શોધખોળ શરુ કરવામાં આવી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે તંત્ર અને સેનાના જવાનો ફરી કામે લાગી ગયા છે. મહત્વનું છે કે, છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે.
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 134 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે આ ઘટનાથી PM નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા છે અને આજે PM મોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. આ અંગે મુખ્યમંત્રી કર્યાલય ખાતેથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિજનોને મળશે. વધુમાં મોરબી હોનારતને લઇને PM મોદીના આજના તમામ રાજકીય કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે.