ગુજરાતઃ 33 ગુનામાં વોન્ટેડ અને 6 મહિનામાં 200 કરોડના દારૂનું ટર્ન ઓવર કરતો ઇસમ ઝડપાયો
બુટલેગર

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્માચારીઓ અને દારૂના બૂટલેગરોના કારણે બેફામ રીતે રાજ્યભરમાં દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે હાલ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આવો જ એક બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરીને હાલ મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. જેના છ મહિનાનાં દારૂના ધંધાનું ટ્રાન્જેક્શન 200 કરોડ રૂપિયા હતુ અને તે પોતે મહિને 12થી 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો રળતો હતો.
 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરી ગત 27 જૂલાઈના રોજ ગોવાથી મોજ માણીને મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો અને તેજ સમયે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને પકડી પાડ્યો. ઉલ્લેખનીય છે કે, પિન્ટુ ગઢરી પર વર્ષ 2019થી 2022 દરમિયાન કુલ 33 ગુનાઓ નોંધાયેલા છે
 
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોરખ ઉર્ફ પિન્ટુ ગઢરીને મુંબઇ એરપોર્ટ પરથી 27 જૂલાઇના રોજ ઝડપી પાડ્યો હતો. પિન્ટુ વિરૂદ્ધ રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના 33 ગુના નોંધાયા હતા. અને તે છેલ્લે ગુજરાત પોલીસના હાથે 2019માં પકડાયા પછીથી સતત નાસતો ફરતો હતો. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, પિન્ટુ ગોવા થી મુંબઇ ફ્લાઇટમાં પરત આવી રહ્યો છે. જેથી SMCની એક ટીમ તાત્કાલીક મુંબઇ એરપોર્ટ પર પહોંચી ગઇ અને પિન્ટુને ઝડપી પાડ્યો.


પોલીસે પિન્ટુની પૂછપરછ કરતાં અધધ.કહી શકાય તેટલા રૂપિયાના ટ્રાન્જેક્શન મળ્યાં. પોલીસને જાણવા મળ્યું કે, પિન્ટુએ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ સપ્લાય કર્યો છે. તેણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાંથી જ દક્ષિણ ગુજરાતમાં દારૂ ઘૂસાડતો હતો. આટલા મોટા વ્યવહારના અંતે પિન્ટુ મહિને 12થી 15 કરોડ રૂપિયા મહિને કમાતો હોવાનું પણ ખુલ્યું છે.