આક્રોશ@ગુજરાત: સરકાર સાથે વાટાઘાટ નિષ્ફળ જતા આરોગ્ય કર્મીઓની ભૂખ હડતાળ, રામધૂન બોલાવી
Helath Worker 01

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યમાં આરોગ્ય કર્મીઓની સતત બીજા દિવસે ભૂખ હડતાળ યથાવત છે. આરોગ્ય કર્મીઓ પોતાની વિવિધ માંગને લઇ સ્વર્ણિમ પાર્ક ખાતે એકત્રિત થયા છે. મહત્વનું છે કે, આરોગ્ય કર્મચારીઓની સરકાર સાથેની બેઠક નિષ્ફળ નીવડી છે. અગાઉ પગાર વિસંગતતાને લઇને આરોગ્યકર્મીના આગેવાનોની સરકાર સાથે બેઠક યોજાઇ હતી. જે બેઠક નિષ્ફળ રહેતા આંદોલન હજુ યથાવત ધોરણે ચાલી રહ્યું છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

હાલમાં ગાંધીનગર સ્થિત  સ્વર્ણિમ પાર્ક ખાતે આરોગ્ય કર્મીઓ શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલાવીને વિરોધ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, ગ્રેડ-પે, કોરોના રજા પગાર તથા ટ્રાવેલ અલાઉન્સને લઇને આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. GR ન થવા સુધી આંદોલન યથાવત રાખવા આરોગ્યકર્મીઓએ ચીમકી આપી છે. આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણી પગાર વિસંગતતા છે. આ હડતાળમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલા આરોગ્ય કર્મચારીઓ પણ જોડાઇ છે.

Helath Worker 02

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓએ 45 દિવસની લડત બાદ અંતે બુધવારના રોજ ગઇકાલથી ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેનો આજે બીજો દિવસ થયો છે. બે દિવસથી ભૂખ હડતાળના ભાગરૂપે ગાંધીનગર ખાતે જ રાત્રિ રોકાણ કરવાનો કર્મચારીઓમાં એક સૂર આવ્યો હતો. રાજ્યના પંચાયતના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના 45માં દિવસે ભૂખ હડતાળમાં કર્મચારીઓ પોતાના નાના બાળકો સાથે સામેલ થયા હતા. તદુપરાંત પતિ-પત્ની પણ હડતાળમાં સામેલ થયા છે.