દુર્ઘટના@ગુજરાત: BJPના દિગ્ગજ ધારાસભ્યને નડ્યો અકસ્માત, કારને ભારે નુકસાન, જુઓ વધુ વિગત
Wed, 21 Dec 2022

અટલ સમાચાર, ડેસ્ક
કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલની કારને અકસ્માત નડ્યો છે. ધારાસભ્યની કાર આડે અચાનક નીલ ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અક્ષય પટેલને હાથમાં સામાન્ય ઈજાઓ પહોંચી છે. જોકે, તેમની કારને ભારે નુકસાન પહોંચ્યું છે.
ધારાસભ્ય અક્ષય પટેલ ગાંધીનગરથી વડોદરા જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદથી નડિયાદ રોડ પર એકાએક નીલ ગાય રોડ પર આવી જતાં તેમના ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તેમની કારમાં ડ્રાઈવર, ધારાસભ્ય અક્ષય પટેલ સહિત ત્રણ લોકો સવાર હતા.