બ્રેકિંગ@ઉ.ગુ.: મહેસાણાથી મુકેશ પટેલ, વિસનગરની ઋષિકેશ પટેલ તો થરાદથી શંકર ચૌધરીને ટિકિટ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ ?

 
Bjp

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત માં વિધાનસભાની ચુંટણી ને લઇ દરેક પક્ષો મહેનતમાં લાગ્યા છે. તેવામાં આજે ભાજપ દ્વારા એકસાથે 160 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં ઉત્તર ગુજરાતની પણ 20 થી વધુ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણાની વિધાનસભા સાઈટ પર શહેર પ્રમુખ મુકેશભાઈ દ્વારકા પ્રસાદ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તો પાટણની ચાણસ્મા બેઠક પર દિલીપજી ઠાકોર તો વિસનગરની ઋષિકેશ પટેલ ને રીપિટ કર્યા છે. 

ઉત્તર ગુજરાતમાં 20 થી વધુ ઉમેદવારોમાં વાવમાં સ્વરૂપજી ઠાકોર, થરાદમાં શંકરભાઇ ચૌધરી , ધાનેરામાં ભગવાનજીભાઈ ચૌધરી, દાંતા(ST) લઘુભાઈ ચાંદાભાઈ પારધી, વડગામ (SC)મણિભાઈ જેઠાભાઇ વાઘેલા , પાલનપુરમાં અનિકેતભાઈ ગિરીશભાઈ ઠાકર, ડીસામાં પ્રવીણભાઈ ગોરધનજી માળી,દિયોદરમાં કેશજી શિવજી ચૌહાણ (ઠાકોર), કાંકરેજમાં કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલા, ચાણસ્મામાં દિલિપકુમાર વિરાજી ઠાકોર, સિધ્ધપુરમાં બળવંતસિંહ ચંદનસિંહ રાજપુતને ટિકિટ આપી છે. 

Bjp

આ સાથે ઊંઝામાં કિરીટભાઈ કેશવલાલ પટેલ, વિસનગરમાં ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ, બેચરાજીમાં સુખજી સોમાજી ઠાકોર, કડી (SC) કરશનભાઈ પુંજાભાઈ સોલંકી, મહેસાણામાં મુકેશ દ્વારકાપ્રસાદ પટેલ, વિજાપુરમાં રમણભાઈ ધુળાભાઈ પટેલ, ઇડર(SC)માં રમણલાલ વોરા, ખેડબ્રહ્મા(ST)માં અશ્વિનભાઈ કોટવાલ, ભિલોડા(ST)માં પુનમચંદ ચનાભાઈ બરંડા, મોડાસામાં ભીખુભાઈ ચતુરસિંહ પરમાર,બાયડમાં ભીખીબેન ગિરવંતસિંહ પરમાર અને પ્રાંતિજમાં ગજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે.