ચૂંટણી@બનાસકાંઠા: ભાજપના ઉમેદવારે કહ્યું ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ, વીડિયો થયો વાયરલ

 
Danta

અટલ સમાચાર, પાલનપુર

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પર દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવારે કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. જોકે તેમના આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વેરક થઈ રહ્યો છે. 

બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, વિધાનસભાનું ચૂંટણીને લઈ ચૂંટણી સભામાં લાધુ પારઘીએ વિવાદિત નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાધુ પારઘીએ કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ.