ઝટકો@ગુજરાત: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે આ નગરપાલિકા ગુમાવી, BJPના 14 સભ્યો સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક
ભાજપના 14 સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા બોરસદ નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી દીધી. મહત્વનું છે કે, બોરસદ પાલિકામાં ભાજપ પાસે 20 સભ્યો હતા. જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યું હતું. આથી વ્હીપના અનાદરને લઈ શિસ્ત ભંગના પગલા લેવાયા. જેમાં ભાજપના 14 સભ્યોને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. નોંધનીય છે કે, અપક્ષ અને કોંગ્રેસના 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
ગઇકાલે કોંગ્રેસે 16 અન્ય સભ્યોને સાથે રાખીને પ્રમુખ આરતીબેન પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેને લઇને ભાજપમાં હડકંપ મચી ગયો હતો.બોરસદ પાલિકામાં ભાજપના 20 સભ્યો અને અપક્ષના 9 તેમજ કોંગ્રેસના 6 સભ્યો હતા. જ્યારે AAPના પણ એક સભ્ય જીત્યા હતા. ત્યાર બાદ બોરસદ પાલિકામાં અત્યાર સુધી ભાજપ શાસનની ધુરા સંભાળી રહ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપના જ 12 સભ્યોની મિલીભગતથી દરખાસ્ત લવાયાની ચર્ચા અગાઉ વહેતી થઇ હતી. પરંતુ જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યું હતું. જોકે ભાજપના જ સભ્યોએ વ્હીપનો અનાદર કરતાં શિસ્તભંગના પગલા લઇને ભાજપના 14 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે.