રિપોર્ટ@ગાંધીનગર: આજથી 5 વિધાનસભા બેઠક પર બેલેટથી મતદાન, જાણો તમામ વિગતો એક જ ક્લિકે

 
Election Commission

અટલ સમાચાર, ડેસ્ક 

આગામી 1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ આજથી ગાંધીનગરની 5 વિધાનસભા બેઠક માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારી આજથી 28 નવેમ્બર સુધી મતદાન કરી શકશે. 

ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે મતદાન કેન્દ્રો પર સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. તેવામાં ચૂંટણી પ્રક્રિયામાં અવિરત કાર્યરત તમામ સરકારી અધિકારીઓ-કર્મયોગીઓ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે. 

જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે 12-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ નિયત કરેલાં સ્થળોએ સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બેલેટથી મતદાન કરી શકશે.