રિપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલે અચાનક કરી આ ગામની સરપ્રાઈઝ મુલાકાત, જાણો પછી શું થયું ?

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અચાનક માણસાની મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્ર પટેલે આજે માણસાની સરપ્રાઈઝ વિઝિટ દરમ્યાન બાપુપુરા ગામની આંગણવાડી અને પંચાયતઘરની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન આંગણવાડી અને પંચાયતઘરનું નિરીક્ષણ કર્યું હતી. આ સાથે ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ગ્રામલોકો સાથે ચર્ચા પણ કરી હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અચાનક જ માણસાની મુલાકાતે પહોંચ્યા હતા. સવારના સમયે અચાનક માણસાના બાપુપુરા ગામે આંગણવાડી અને પંચાયતઘરની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. જ્યાં મુખ્યમંત્રીએ ICDSના નિયમોના પાલનની સૂચના આપી, પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ટકોર કરી હતી. 

આજે સવાર માણસાના બાપુપુરા ગામે આંગણવાડી અને પંચાયતઘરની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા ખુદ મેદાને ઉતર્યા હોય તેવું સામે આવ્યું છે. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓને સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે.