નિવેદન@વલસાડ: નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકૉર્ડ જોરદાર હોવા જોઈએ: PM મોદીએ કેમ આવું કહ્યું ? જાણો એક જ ક્લિકે

 
Narendra Modi

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાત પ્રવાસને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે. આ દરમિયાન કપરાડા તાલુકાના નાનાપોંઢામાં PM મોદીએ સભા સંબોધતા જણાવ્યું કે ગુજરાતના લોકોએ ભાજપની સરકાર બનાવવાનું અને જૂના રેકોર્ડ તોડવાનું નક્કી કર્યું છે. આજ વખતે ગુજરાત ભાજપ મને કેસે એટલો સમય હું આપીશ. ચૂંટણીમાં નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકૉર્ડ જોરદાર હોવા જોઈએ. તેમ pm મોદીએ જણાવ્યું હતું.મોદીએ માંગ કરતા જણાવ્યું કે, આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે. જેમાં તમે સાથ આપજો. વધુમાં મારી ABCD જ શરૂ થાય જેમાં મારા માટે A FOR આદિવાસી હોવાનું કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, માં પ્રત્યેક ગુજરાતીએ મહેનત કરીને આ ગુજરાત બનાવ્યું છે. એટલે તમામ લોકો ગર્વથી કહી રહ્યા છે. આ ગુજરાત મે બનાવ્યું છે. ગુજરાત આદિવાસી વિસ્તાર સહીતના વિસ્તારમાં દીકરીઑને ભણાવવાની મે ભીખ માંગી હતી. જે દીકરીએ ભણી આજે ગુજરાતનું નામ રોષન કર્યું છે. તેમ નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું. વધુમાં સાંજે વાળું કરવા (જમવાના ટાઈમે) વીજળી જતી રહેતી હતી આજે ગુજરાતમાં 24 કલાક વીજળી આવે છે અને પણીનો પ્રશ્ન ઉકેલાય તે માટે અમે બીડું જડપ્યું છે. આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ થઇ રહ્યો છે તેમ મોદીએ ઉમેર્યું હતુ.