બ્રેકિંગ@ગુજરાત: AAP છોડતાં જ ઈન્દ્રનીલ રાજ્યગુરુનો મોટો આક્ષેપ, પંજાબથી ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા હતા કરોડો રૂપિયા

 
Congress

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યમાં વિધાનસભા ચુંટણી જાહેર થતાની સાથે જ દરેક પક્ષોથી રાજીનામાનો દોર પણ શરૂ થયો છે. અત્યાર સુધી નહિ પણ હવે અચાનક નેતાઓને યાદ આવ્યું છે કે જે તે પક્ષમાં  તેમની અવગણના થઈ હી છે. આ બધાની વચ્ચે થોડા સમય પહેલા કોંગ્રેસમાં થી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ હવે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. આ સાથે હવે ફરી એકવાર કોંગ્રેસનો હાથ પકડી ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે, મારી નજરની સામે જ પંજાબના વિમાનથી કરોડો રૂપિયા આવ્યા. AAPને મળતા ફંડની તપાસ થવી જોઇએ.

AAPએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરતાની સાથે જ AAPથી નારાજ થતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPનો સાથ છોડી ફરીવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ત્યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને મોટો ખુલાસો કર્યો છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ સંબોધતા ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, 'AAPના ઉમેદવાર કમલમથી નક્કી થાય છે. ચાર્ટર પ્લેનથી કરોડો રૂપિયાની હેરાફેરી થઇ રહી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુની નજરની સામે જ પંજાબના વિમાનથી કરોડો રૂપિયા આવ્યા. AAPને મળતા ફંડની તપાસ થવી જોઇએ. ચાર્ટર્ડ પ્લેનથી પૈસાની હેરફેર થઈ રહી છે. મોટા-મોટા થેલામાં ભરીને પૈસા આવ્યા હતા. કેજરીવાલ અને ભગવંત માન બંને તેમની પાસે પૈસા લઈને આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજયગુરૂએ એપ્રિલમાં જ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે એકવાર ફરી AAPનો સાથ છોડી તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ત્યારે કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે AAP પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'મારા પિતાના સમયથી અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ અને મારા પરિવારજનો પણ મારા કોંગ્રેસ છોડવાના નિર્ણયથી સહમત ન હતા. જેમ ભાજપ લોકોને મુર્ખ બનાવે છે તેમ AAP પણ મુર્ખ બનાવે છે અને ભાજપની બી ટીમ તરીકે જેમ કામ કરતા હોય તેવું AAPમાં લાગ્યુ છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે હું ખેસ ન પહેરુ છતા પંજાની સાથે જ હતો તેમજ ભાજપ બાજુ મે ક્યારેય વળીને જોયુ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખીને પક્ષને પાછળ રાખે છે.'