બ્રેકિંગ@ગુજરાત: તો શું આ કારણે રૂપાણી-નીતિન પટેલ સહિતના મોટા નેતાઓએ ચુંટણી લડવાની ના પાડી ? જાણો એક જ ક્લિકે

 
Nitin Rupani

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ હવે તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપે એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. ચૂંટણીને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું છે કે, હું ચૂંટણી નહીં લડું. આ સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. 

ભાજપ ઉમેદવારોની નામની જાહેરાત કરે તેના પહેલા જ રૂપાણી મંત્રી મંડળના નેતાઓની એક બાદ એક જાહેરાત સામે આવી છે તેઓ ચૂંટણી નહી લડે જેને ચાર નેતાઓ જાહેરાત કરી છે તેઓ આ વિધાનસભામાં ચૂંટણી નહી લડે. હવે ભાજપના ઉમેદવારોની જાહેરાતને ગણતરીની ઘડી જ બાકી છે ત્યારે જુના જોગીઓ સ્વેચ્છાએ જણાવી રહ્યાં છે કે, તેઓ ચૂંટણી નહી લડે તે બાબતે રાજકીય માહોલ ગરમાયો છે અને ચર્ચાએ ચાલી રહી છે આ તમામની ટિકિટ મળવાની ન હતી તે પહેલેથી જ નક્કી હતું જે માટે ઉમેદવારોની જાહેરાત થાય તેના પહેલા તેમણે જાહેરાત કરી છે

મહત્વનુ છે કે, પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, હું ચૂંટણી નહીં લડું. તેમને જણાવી દઈએ કે વિજય રૂપાણી જણાવ્યું છે કે, હું ચૂંટણી નથી લડવાનો. વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જૂના જોગીઓ જાહેરાત કરી છે તેઓ ચૂંટણી નહી લડે. વિજય રૂપાણી બાદ નીતિન પટેલે પણ જણાવ્યું છે કે, હુ ચૂંટણી નહી લડુ. નીતિન પટેલે ભાજપ પ્રેદશ પ્રમુખને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરવા નથી ઈચ્છતો. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પછી નિતીન પટેલે બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જણાવ્યું છે તે ચૂંટણી નહી લડે. તત્કાલિન રૂપાણી સરકારના મંત્રીમંડળના વિવિધ નેતાઓ એક બાદ એક જાહેરાત કરી રહ્યાં છે કે અમે ચૂંટણી નહી લડીએ વિજય રૂપાણી, નીતિન પટેલ અને ચુડાસમા પછી હેવ પ્રદીપ સિંહ જાડેજા પણ જણાવ્યું છે તે પણ ચૂંટણી નહી લડે.