વાપીઃ NCBના દરોડામાં મોટો ખુલાસો, કેમિકલ કંપનીમાં બનતું હતું ડ્રગ્સ, 68 કિલો સાયકોટ્રોપિક પદાર્થ કબજે કર્યો

 
વાપી
આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવ્યા બાદ એક બાદ એક નવા ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ વાપીમાં ડ્રગ્સ બનાવીને દેશના અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હતા.

અટલ સમાચાર, ડેસ્ક

NCP દ્વારા વાપીની એક લેબમાં દરોડા કરવામાં આવ્યા હતા. લેબ અથવા કેમિકલ કંપનીની તપાસમાં સામે આવ્યું છે કે ત્યાં ડ્રગ બનાવીને દેશમાં મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત રાજ્યો તેમજ વિદેશમાં મોકલવામાં આવતું હતું. NCB હાલ આ મામલે આરોપીઓની વધુ તપાસ કરી રહી છે. અમદાવાદ એનસીબી ઝોનલ યુનિટ દ્વારા વાપી (Vapi) ગુજરાત ખાતે ફેક્ટરી/લેબનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન NCB એ આશરે 68 કિલોગ્રામ સાયકોટ્રોપિક પદાર્થ કબજે કર્યો હતો છે. આ મામલે કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવ્યા બાદ એક બાદ એક નવા ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ વાપીમાં ડ્રગ્સ બનાવીને દેશના અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હતા.


વિગતવાર વાત કરીએ તો NCB અમદાવાદ ઝોનલ ટીમને માહિતી મળી હતી કે વાપીમાં સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્પાદનમાં સંકળાયેલી ફેક્ટરી ચાલી રહી છે. જેના આધારે તે જગ્યાની ઓળખ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરી પરિસરનો ઉપયોગ સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્પાદન માટે કરવામાં આવતો હતો, જે મુખ્યત્વે આલ્પ્રાઝોલમ/નોર્ડાઝેપામ હોવાની શંકા છે. આરોપીઓ કોઈ પણ લાઇસન્સ વગર છેલ્લા ઘણા સમયથી આ કામ કરી રહ્યા હતા.

NCB એ ફેક્ટરી પરિસરમાંથી ઉત્પાદન માટે વપરાતા રસાયણો જપ્ત કર્યો છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. મહત્ત્વની વાત તો એ છે કે દેશમાં ડ્રગને નાબૂદ કરવા માટે અલગ અલગ એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ATS દ્વારા પણ દરિયામાંથી ડ્રગ પકડવામાં આવી રહ્યું છે. રવિવારે પણ કચ્છમાંથી 250 કરોડ રૂપિયાનું ડ્રગ પકડી પાડવામાં આવ્યું છે.


મળતી માહિતી પ્રમાણે વાપી GIDCની શ્રી કેમિકલ નામની કંપનીમાં એન.સી.બીની ટીમ ત્રાટકી હતી. અહીંથી નશીલા પદાર્થ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. કાર્યવાહી દરમિયાન 68 કિલો નશીલા પદાર્થ સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કાર્યવાહી બાદ એન.સી.બીની ટીમે આરોપીઓને મુદ્દામાલ સાથે વાપી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.છેલ્લા એક અઠવાડિયાથી એન.સી.બી.ની ટીમ આ કંપની પર વોચ રાખી રહી હતી. વોચના અંતે એનસીબીની ટીમે પૂરી તૈયારી સાથે કંપનીમાં દરોડો કરી નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.