બ્રેકિંગ@ગુજરાત: સરકારી ભરતીના ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર, 12 કેડરના ઉમેદવારોને આ તારીખે મળશે નિમણૂંક પત્ર

 
JOB  01

અટલ સમાચાર, ડેસ્ક 
 
ગુજરાતમાં લાંબા સમયથી વિવિધ 12 કેડરના ઉમેદવારો નિમણૂંક પત્રોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની આતુરતાનો હવે અંત આવ્યો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે નિમણૂંક પત્રોની રાહ જોઈ રહેલા ઉમેદવારોને 29 ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે નિમણૂંક પત્રો આપવામાં આવશે. આ દરમિયાન પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહેશે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિકાસ હસ્તકના ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પંચાયત સેવા, વર્ગ - 3ની જુદા-જુદા સંવર્ગોની નિયત ભરતી પ્રક્રિયાથી નિમણૂંક મેળવનાર ઉમેદવારોને આગામી 29 ઓક્ટોબરના રોજ આપવામાં આવશે. ભરતી પ્રક્રિયાથી નિમણૂંક મેળવાનારા ઉમેદવારોને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્રો આપવામાં આવશે. 

01

મહત્વનું છે કે, દિવાળીનો તહેવાર રોજગારની શોધમાં હોય તેવા યુવાનો માટે ખુશીઓ લઈને આવશે. કારણ કે આ વખતે દિવાળી રોજગારલક્ષી બનવાની છે. એવા અહેવાલ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં હજારો નોકરીઓની જાહેરાત કરશે. ખાસ વાત એ છે કે, તેમણે જૂનમાં જ કહ્યું હતું કે આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM 22 ઓક્ટોબરે એટલે કે, દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ 75 હજાર યુવાનોને રોજગારની 'ગિફ્ટ' પણ આપશે. વિવિધ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે.

02