કાર્યવાહી@બાલાસિનોર: ઉત્તરાયણ પહેલા રાજ્યમાં સૌથી મોટી રેડ, GIDCમાંથી પ્રતિબંધિત 21 લાખથી વધુની ચાઈનીઝ દોરી ઝડપાઈ

 
Balasinor

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તરાયણના તહેવાર પહેલા ચાઇનીઝ દોરીને લઈ રાજ્યની સૌથી મોટી રેડ બાલાસિનોરમાં પડી છે. વાત જાણે એમ છે કે, ઉત્તરાયણના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. તેવામાં માર્કેટમાં પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસની લાખ જોવા મળી છે. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમોની અટકાયત કરી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી રહી છે. તેવામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.

Balasinor

મહીસાગર જિલ્લાની બાલાસિનોર પોલીસે બાતમી આધારે શહેરની જી.આઈ.ડી.સીમાં પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઘાતકી ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં ઈદ્રિશ ઈસાક શેખ જે બાલાસિનોરનો રહેવાસી છે. તે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં સ્ટોક કરી વેચાણ કરતો હતો.

Balasinor

જેવી બાતમી બાલાસિનોર પોલીસને મળી હતી. જે બાદ પોલીસે ત્યાં રેડ કરી હતી. જ્યાં પોલીસને કુલ ફીરકી 12,542 નંગ મળી આવી છે. જેની કુલ કિંમત રૂપિયા 21 લાખ 28 હજાર 180 છે. તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ઈદ્રીશ શેખ સામે બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ તરફ સમગ્ર મામલે બાલાસિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર એન.એ.નિનામાએ જણાવ્યું હતું કે, આજરોજ બાલાસિનોર પોલીસને બાતમી મળી હતી કે, બાલાસિનોર જી.આઈ.ડી.સી ખાતે પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાં ઈદ્રિશભાઈ ઇસકભાઈ શેખ જે બાલાસિનોરના રહેવાસી છે. જે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું સ્ટોક કરી અને વેપાર કરે છે. જે ગોડાઉન ખાતે તાપસ કરતા કુલ ફિરકી નંગ 12,532 જેની કિંમત રૂપિયા 21,28,180ની ગણી શકાય. જે તમામ મુદ્દામાલ તપાસના કામે જપ્ત કરવામાં આવેલા છે. તથા ઈદ્રિશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ચાલુ છે.

Balasinor