ઘટના@નવસારી: મોડીરાત્રે ઘરેથી સ્કૂટી લઈ નીકળેલી સગીરાનો તળાવમાંથી મળ્યો મૃતદેહ, કારણ ચોંકાવનારું
Jan 13, 2023, 17:12 IST

અટલ સમાચાર, ડેસ્ક
નવસારીના વાડા ગામે 17 વર્ષીય સગીરાનો તળાવમાંથી મૃતદેહ મળી ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટના વિશે મળતી પ્રાથમિક માહિતી મુજબ સગીર મોડી રાત્રે ઘરે આવતી હોવાથી પરિવારના લોકોએ તેને ઠપકો આપ્યો હતો. આ ઘટનાથી પરેશાન થયેલી સગીરા ઘરેથી ટૂ વ્હીલથી લઇને નીકળી ગઇ, સવારે તળાવ પાસે ટૂવ્હિલર મળી આવતા આખરે તપાસ શરૂ કરી હતી.
વાડા ગામે 17 વર્ષીય સગીરાનો તળાવમાંથી મૃતદેહ મળી ચકચાર મચી ગઇ છે. મોડી રાત્રે ઘરે આવતી હોવાથી પરિવારના લોકોએ તેને ઠપકો આપ્યો હતો. જે બાદમાં તે જોવા નહિ મળતા શંકાના આધારે તળાવમાં પણ શોધખોળ શરૂ કરી હતી. જોકે આ દરમિયાન તળાવમાંથી જ સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગણદેવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.