આગાહી@ગુજરાત: રાજ્યમાં હજુ પણ પડશે હાડ થીજાવતી ઠંડી, હવામાન વિભાગે શું કહ્યું ?

Winter

અટલ સમાચાર, ડેસ્ક

રાજયમાં હજુ પણ હાડ થીજાવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ઠંડીમાં હજુ પણ વધારો થશે. ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે રાજયમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં વહેતી શીત લહેરના કારણે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. શિયાળાની કડકડતી ઠંડીમાં અમદાવાદ શહેર ઠુઠવાયું છે. અહીં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે વિઝિબિટીલી પણ ધુમ્મસના કારણે ઓછી થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. આગામી 3 દિવસ હજુ પણ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જો કે ગુજરાતમાં ડ્રાય વેધર રહેશે, વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાનનો પારો દિવસ દરમિયાન એકાદ ડીગ્રી સુધી ગગડી શકે છે. રાત્રી દરમિયાન પણ આવનારા 2-3 દિવસમાં કોઈ ફેરફાર નથી. 2-3 દિવસ બાદ રાત્રીના તાપમાનમાં વધ-ઘટ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલ થી હજુ પણ વધુ પવનો ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન વિભાગના અનુસાર તાપમાનનો પારો દિવસ દરમિયાન એક-બે ડિગ્રી ઘટી શકે છે. 2-3 દિવસ બાદ રાત્રિના તાપમાનમાં પણ વધ-ઘટ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. હવાની ગતિના કારણે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થશે. આજે રાજ્યમાં 11 શહેરોમાં તાપમાનનો પારો રહ્યો 12 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે જ બનાસકાંઠાના ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.