બ્રેકિંગ@ગુજરાત: બીજા તબક્કાના મતદાન પહેલા અચાનક હવાઈ માર્ગથી ગોધરા પહોંચ્યા સીઆર પાટીલ
Fri, 2 Dec 2022

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે તો બીજી તરફ બીજા તબક્કાના મતદાન પહેલા તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો આજે પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઓચિંતી મુલાકાત રાજકારણ ગરમાયું છે. સીઆર પાટીલે ભાજપના સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
બીજા તબક્કાની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લામાં મતદાન યોજવાનું છે. આ બેઠકમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપની સ્થિતિ અંગેની જાણકારી મેળવી તેમજ જરૂરી સૂચનો પણ સીઆર પાટીલે આપ્યા હતા. હવાઈ માર્ગે આવેલા ગોધરા આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક પદાધિકારીઓ સાથે 1 કલાક સુધી બેઠક કરી હતી. જો કે આ સમગ્ર બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું.