રિપોર્ટ@ગુજરાત: દેશની ટોપની સહકારી સંસ્થા GCMMFમાં ચેરમેન-વાઈસ ચેરમેન રિપીટ કરાયા

 
GCMMF

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં 61 હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા GCMMFમાં સોઢીના કારસ્તાનોને કારણે બદનામ થાય એ પહેલાં સોઢીને બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. સોઢીના ખેલોને પગલે ગુજરાતા 36 લાખ પશુપાલકોનો વિશ્વાસ આ સંગઠન પર જળવાઈ રહે એ માટે લેવાયેલા નિર્ણયની દૂધ સંઘો દ્વારા સરાહના કરાઈ રહી છે ત્યારે સૌથી મોટી બાબત એ છે કે, આજે અમૂલમાં નવા ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી. 

ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) ના આગામી અઢી વર્ષની મુદત માટેના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેન રિપીટ કરાયા છે. ચેરમેન પદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલને રિપીટ કરાયા છે. જોકે, સત્તાવાર જાહેરાત હજી બાકી છે. 

રાજ્યમાં દૂધ સંઘોમાં ઉત્તર ગુજરાતના દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના GCMMF પર પ્રભુત્વ છે. હાલમાં શામળભાઈ એ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે. ત્યારે નવા ચેરમેન તરીકે શામળ પટેલને રિપીટ કરાયા. GCMMFના વર્તમાન બોર્ડમાં ચેરમેન શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલની મુદ્દત પૂર્ણતાને આરે હતી. તેથી ચૂંટણી યોજાઈ હતી. પરંતું ચેરમેન પદે શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલને રિપીટ કરાયા છે.