ચકચારઃ ગુજરાતના કેબિનેટ મંત્રી પર પૂર્વ સંરપંચએ ગંભીર આરોપ, 'મારી પત્ની પર અનેકવાર દુષ્કર્મ કર્યું

અર્જુનસિંહે તેમની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી. 2016થી 2021 દરમિયાન પૂર્વ સરપંચની પત્ની સાથે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, બીજા પાસે પણ શોષણ કરાવ્યું હતું.
 
રાજકારણ

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય એક મોટા વિવાદના મઘપૂડામાં ફસાયા છે.  ખેડા જિલ્લા એસ.પી. કચેરી પર ફરિયાદ કરવા પહોંચેલા મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે અરજીમાં મંત્રી પર આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેમણે હોદ્દાનો દુરઉપયોગ કરી દુષ્કર્મ આચર્યું હતું. અરજીમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મંત્રીના ભયના કારણે મારી પત્ની ઘર છોડીને જતી રહી છે.


મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે ખેડા એસપી કચેરીએ પહોંચીને કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર દુષ્કર્મની અરજી નોંધાવી હતી. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, અર્જુનસિંહ અને તેમની પત્ની 2015માં પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ અર્જુનસિંહે તેમની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી. 2016થી 2021 દરમિયાન પૂર્વ સરપંચની પત્ની સાથે વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, બીજા પાસે પણ શોષણ કરાવ્યું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 2015ના સમયગાળામાં અર્જુનસિંહ મારી પત્નીના સંપર્કમાં આવ્યા હતા. આ બદકામમાં સરળતા માટે તેઓએ મારી પત્નીને તાલુકા પંચાયતની ટિકિટ આપીને તાલુકા પંચાયતની સભ્ય બનાવી હતી. પછી મીટિંગોના બહાને મારી પત્નીને મંત્રી અર્જુનસિંહ જુદા-જુદા સ્થળે બોલાવીને તેનું શારીરિક શોષણ કરતા. આવા કામથી તેમના બાળકો અને પત્ની સમાજમાં મોઢુ દેખાડવાના લાયક નથી રહ્યા. તથા મારી પત્નીને અર્જુનસિંહે એવી ધમકી આપી હતી કે આ વાત બહાર જશે તો તારા ફેમિલીને પૂરું કરાવી દઈશ...મારી પત્ની મને અર્જુનસિંહે કરેલા ખોટા કામ અને કરતૂતોની વાતો કહેતી હતી.  ફરિયાદ કરશે તો અર્જુનસિંહ ચૌહાણ મિનિસ્ટર હોવાથી મને તથા મારી પત્નીને નુકસાન પહોંચાડશે.