દુર્ઘટના@ગુજરાત: બીજા માળેથી પટકાતા દોઢ વર્ષીય બાળકનું મોત, જાણો કેવી રીતે બની ઘટના ?

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજયું છે. આ ઘટના સરથાણાના યોગેશ્વર નગર સોસાયટીમાં બની છે. જ્યાં દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર નીચે પટકાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકના અકાળે મોતથી પરિવાજનો થયા ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે.

સામાન્ય રીતે બાળકોને શિયાળામાં તડકો ખવડાવતાં હોય છે. આવામાં સુરતમાં બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે. જ્યાં દાદીએ પૌત્રને તડકો ખવડાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. દાદીએ તડકામાં બેસાડેલો પૌત્ર પડી ગયો હતો. બાળક બીજા માળેથી નીચે પટકાયો હતો. જેના લીધે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, પુત્રના અકાળે મોતથી પરિવાજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને પગલે રત્નકલાકાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે. જ્યારે હીરેનભાઇને સંતાનમાં એક દોઢ વર્ષીય પુત્ર વર્ણી હોવાનું જાણવા મળી રહ્યું છે.