ખળભળાટઃ કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન, પાકિસ્તાનથી આવતુ 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
drands

અટલ સમાચાર, ડેસ્ક

 . 

કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. જેમાં નાપાક પાકિસ્તાનની સૌથી મોટી પોલ ખુલી છે. પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે મોટી કાર્યવાહી કરતા 280 કરોડ રૂપિયાની કિંમતનું 56 કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે. ભારતીય કોસ્ટગાર્ડની મદદથી ગુજરાત ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે 9 આરોપીની ધરપકડ કરાઈ છે. બોટમાં હેરોઇન હોવાની માહિતી મળી હતી. આંતરરાષ્ટ્રીય જળ સીમા કચ્છ પાસેથી ફરી ડ્રગ્સ જપ્ત કરાતા પોલીસ તંત્ર સાબદુ થઈ ગયુ છે. યુવાનોને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 
 
ડ્રગ્સ પર ગુજરાતની સર્જિકલ સ્ટ્રાઈક
આ પહેલીવાર નથી કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયુ છે. આ સિવાય કચ્છના દરિયે તથા ગુજરાતના અનેક શહેરોમાં નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારે જોઈએ કે આ પહેલા ક્યારે કેટલુ ડ્રગ્સ પકડાયુ છે. 

25 એપ્રિલ 2022, 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
13 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલોનું ડ્રગ્સ ઝડપાયું
10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
16 સપ્ટેમ્બર 2021, કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત