ખળભળાટ@સુરત: પ્રખ્યાત બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ, બેંકનું 76 કરોડનું કરી નાખ્યું, CBIની તપાસ શરૂ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના પ્રખ્યાત બિલ્ડર્સ ગ્રુપ સામે 76 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપે બૅન્કનું જ કરી નાંખ્યું હોવાની સ્થિતિ સામે આવી છે. જેને લઈ હવે BOB દ્વારા CBIમાં કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં વિગતો મુજબ રાજહંસ ગ્રુપે BOB સાથે 76 કરોડની છેતરપિંડી આચરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. 

સુરતના પ્રખ્યાત બિલ્ડર્સ રાજહંસ ગ્રુપ સામે 76 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ગ્રુપે બેંક ઓફ બરોડામાંથી 84.95 કરોડની ડેવલોપમેન્ટ એન્ડ કંસ્ટ્રક્શન લોન લીધી હતી. જેમાં 84.95 કરોડની લોન સામે માત્ર 5 કરોડની ભરપાઈ કરવામાં આવી હતી. જે બાદમાં હવે

સંજય મોવલિયા, મનોજ મોવલિયા ,મિતેષ મોવલિયા, સોહિલ માંડણકા, પુખરાજ શાહ અને આશિષ જૈન સામે 76 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 

CBIમાં નોંધાઇ ફરિયાદ

બેંક ઓફ બરોડાના આસી.જનરલ મેનેજરે CBIમાં ફરિયાદ નોંધાવી. જેમાં રાજહંસ ગ્રુપે BOB સાથે 76 કરોડની છેતરપિંડી આચરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગ્રુપે બેંક ઓફ બરોડામાંથી 84.95 કરોડની ડેવલોપમેન્ટ એન્ડ કંસ્ટ્રક્શન લોન લીધી હતી. જે લોન સામે માત્ર 5 કરોડની ભરપાઈ કરવામાં આવી. વિગતો મુજબ રાજહંસ બિઝનેશ હબ માટે બેંક ઓફ બરોડા પાસેથી લોન લીધી હતી. જે બાદમાં હવે લોન લઈ નાણાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. 

ક્લેક્ટરે શું સૂચના આપી ? 

સુરતના પ્રખ્યાત બિલ્ડર્સ રાજહંસ ગ્રુપ સામે 76 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ હવે સુરત કલેક્ટરે પણ મોટી સૂચના આપી છે. વિગતો મુજબ સુરત કલેક્ટર આયુષ ઓકેએ રાજહંસ ગ્રુપ સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ સાથે ફેબ્રુઆરી સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેવા સૂચના આપી છે. મહત્વનું છે કે, વર્ષ 2020માં બેંકે બિલ્ડર ગ્રુપને મોકલી નોટિસ પણ હતી.