કાર્યવાહી@ગુજરાત: ચંદનજી ઠાકોરના વિવાદીત નિવેદનને લઇ ભાજપે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી, જાણો શું છે સમગ્ર મામલો ?

 
Chandanji Thakor

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત ચુંટણીના પડઘમ વચ્ચે સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વિવાદિત નિવેદનથી રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. 'દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે' તે અંગેના નિવેદનનો કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થતાં સવાલો ઊભા થયા હતા. બીજી બાજુ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ મારફતે નિશાન સાધ્યું હતું અને કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને શરમજનક શબ્દો ગણાવ્યા હતા. જે વીડિયો અંગે ચૂંટણી પંચમાં નોંધાઇ ફરીયાદ છે. ભાજપે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે.

તાજેતરમાં જ કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે' તે અંગેના નિવેદનને લઇને સવાલો ઊભા થયા હતા. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વિટર પર વાર કરતા કહ્યું કે આ શરમજનક શબ્દો છે. એટલુ જ નહીં હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ જતી હોવાના પણ ભૂપેન્દ્ર પટેલએ આક્ષેપ કર્યો છે. વધુમાં એમ પણ લખ્યું હતું કે કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હાર થી કોઈ બચાવી શકે નહીં. બીજી બાજુ કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદા ન હોવાથી આ પ્રકારના નિવેદન આપતા હોવાનું પણ ઉમેર્યું હતું.

શું હતો સમગ્ર મામલો? 

સિદ્ધપુર વિધાનસભા કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. ત્યારે એક સભામાં તેમણે નિવેદન આપ્યું હતું. વિકાસના નામે ભાજપ વાળા મત લઇ ગયા બાદ કામગીરી ન કરતા દેશ ખાડામાં ધકેલાઇ ગયો છે. જે દેશને માત્રને માત્ર લઘુમતી સમાજ જ બચાવી શકે અને કોંગ્રેસ પક્ષ જ બચાવી શકે તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત ધર્મના નામ સત્તાધારી પક્ષ પર આડેધડ પ્રહારો કર્યા હતા. જેને લઇને વિવાદ જાગ્યો હતો.