કવાયત@ગુજરાત: દિવાળી બાદ કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી, આજે આ નેતાની સોનિયા ગાંધી સાથે બેઠક

 
Congress

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો આડા રહ્યાં છે. ટૂંક સમયમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખો પણ જાહેર થઇ શકે છે. ત્યારે એ પહેલાં તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે એક્ટિવ થઇ ગયા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દિલ્હીમાં છે. જ્યાં તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. રઘુ શર્મા આજે દિલ્હીમાં સોનિયા ગાંધી, સંગઠન મહાસચિવ વેણુગોપાલ સહિત કોંગ્રેસના કેન્દ્રીય દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો અંગે ચર્ચા થઇ શકે છે. ત્યારે કહી શકાય કે કોંગ્રેસ દિવાળી બાદ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

વિધાનસભાની ચૂંટણી જાહેરાતની કાઉન્ટ ડાઉન શરૂ થયો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કમર કસી રહ્યાં છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાઓના ત્રણ દિવસ માટે દિલ્હીમાં ધામા છે. જ્યાં વિધાનસભાની 182 બેઠકના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની એક બેઠક યોજાઇ હતી. આ મેરેથોન બેઠક તારીખ 18થી 21 ઓક્ટોબર સુધી ચાલશે.

જાણો બેઠકમાં શું થશે ચર્ચા ?

ગુજરાતના પ્રેદશ નેતાઓની દિલ્હીમાં મેરેથોનમાં વિધાસભાની ચૂંટણીલક્ષી તૈયારીની ચર્ચાઓ થશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા અને પ્રભારી સહિતના નેતાઓની ઉપસ્થિતમાં યોજાઈ રહેલી બેઠકમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પગલે મંથન થશે. મળતી માહિતી મુજબ પ્રેદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર થયેલી છે તેમના નામની ચર્ચા કરાવામાં આવશે અને ચર્ચા બાદ ઉમેદાવરી લિસ્ટનો આખરી મહોર પણ લાગશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી દિવાળી પછી જાહેર કરશે. આ બેઠકમાં  રાહુલ ગાંધી અને પ્રિયકા ગાંધીના ગુજરાત પ્રવાસે મુદ્દે પણ થશે ચર્ચા.