ફફડાટઃ ગુજરાતમાં કોરોનાનો ફરી પગપેસારો, જાણો કયાં કેટલા કેસ નોંધાયા
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના નવા કેસમાં મોટો વધારો નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, ત્રણ મહિના પછી ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં 09 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો એક્ટિવ આંકડો 500 ને પાર પહોંચી ગયો છે.રાજ્યમાં આજે 09 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 117 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 62 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 09 જૂનની સંધ્યાએ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 62 કેસ નોંધાયા છે, વડોદરા કોર્પોરેશનમાં 20 અને સુરત કોર્પોરેશનમાં 09કેસ નોંધાયા છે. ત્યાં જ ગાંધીનગર કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 03 અને અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગર અને વલસાડમાં 02-02 કેસ નોંધાયો છે. ત્યાં જ આણંદ, અરવલ્લી, ભરૂચ, બનાસકાંઠા, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન અને સુરતમાં 01-01 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 117 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના કોઈ પણ શહેર જિલ્લામાં કોરોનાના એક પણ નવા કેસ નોંધાયા નથી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો


રાજ્યમાં આજે 09 જૂનની સાંજે કુલ 45 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 27 દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ વડોદરા કોર્પોરેશનમાં 01, સુરત કોર્પોરેશનમાં 02, રાજકોટ કોર્પોરેશન 01, મહેસાણામાં 01, વડોદરામાં 06, વલસાડમાં, ગાંધીનગરમાં, જામનગર કોર્પોરેશનમાં 02-02 દર્દીઓ સાજા થયા છે. દેવભૂમિ દ્રારકા 01 દર્દી સાજા થતા તેમને ઘરે મોકલામા આવ્યા છે.રાજ્યમાં આજે કુલ 81,353 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 11,04,08,699 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 500ની ઉપર પહોંચી ગયો છે, રાજ્યમાં આજની તારીખમાં 517 એક્ટિવ કેસ છે. ત્યાં જ રાજ્યમાં કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 517 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,14,354 છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,944 છે.