ચિંતા@ગુજરાત: આ યુનિવર્સિટીમાં કોરોનાનો પગપેસારો, વધુ એક વિદ્યાર્થી સંક્રમિત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ

 
Corona Virus

અટલ સમાચાર, ડેસ્ક

દહેગામ તાલુકાના લવાડ ગામ ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં વિદેશી ડેલિગેશનનો વધુ એક વિધાર્થીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. કંબોડિયા દેશના 18 વિધાર્થીઓ 25 ડિસેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ ઉતર્યા બાદ તેઓ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે રોકાયા હતા.જેમાં એક વિધાર્થીનીને ગાળામાં તકલીફ જણાતા કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ ગઈકાલે પોઝીટીવ આવ્યા બાદ આજ ગ્રૂપમાંથી વધુ એક વિધાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યો છે. 

કંબોડિયા સરકારે ગિફ્ટ સિટીથી રક્ષા શક્તિ યુનિવર્સિટી લઈ જતા ડ્રાઇવર, ભોજન પીરસનાર લોકો, કર્મચારીઓ, રક્ષા યુનિવર્સિટીના લેક્ચરર તેમજ પ્રોફેસરના સંપર્કમાં આવેલા 18 લોકો ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જેમની સાથે તેમણે સંવાદ કર્યો છે તે તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જરૂર પડે ચીનમાં નવા ફેલાયા નવા વેરીએન્ટ અંગેની તપાસ પણ કરવામાં આવશે.

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં આવેલ ડેલિગેશનના બે વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ કેમ્પસમાં તેમના સંપર્કમાં આવેલ પ્રોફેસર સહિતના 18 વ્યક્તિઓના આજે સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ બધા જ વિધાર્થીઓને ઇન્ફોસિટી ખાતે આવેલ હોટલમાં રાખવામાં આવેલ છે.