દુ:ખદ@રાજકોટ: રવિવારની મજામાં મળ્યું મોત, ક્રિકેટ અને ફૂટબોલ રમત 2 યુવકના હાર્ટએટેકથી મોત

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં રવિવારના દિવસે હાર્ટએટેકના કારણે બે યુવકના મોત થયા છે. ક્રિકેટમાં બેટિંગ કરતી વખતે રમતા એક વ્યક્તિને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ તેણે રનર રાખીને 22 રન કરી દીધા હતા. જે બાદ તે પોતાની કારમાં બેસીને મેચ જોઇ રહ્યો હતો એ દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યો હતો. જે બાદ યુવાનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેણે ડોક્ટરે મૃત જાહેર કરી દીધો હતો. 

રાજકોટનો રવિ વેગડા રવિવારે સવારે મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. આ લોકો ટેનિસ બોલથી ક્રિકેટ રમી રહ્યા હતા. રવિ જ્યારે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તે ટેનિસનો બોલ વાગ્યો હતો. જે બાદ તેને શ્વાસ પણ ચડ્યો હતો. જેના કારણે તેણે રનર રાખ્યો હતો. જે બાદ પણ તેણે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યુ હતુ અને 22 રન બનાવી દીધા હતા. જે બાદ તે ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દરમિયાન તેને છાતીમાં દુખાવો થતા પોતાની કારમાં જઇને બેસીને મેચ જોઇ રહ્યો હતો. અચાનક જ રવિ કારમાંથી નીચે પડ્યો હતો અને બેશુદ્ધ બની ગયો હતો. આ જોઇને તેના મિત્રો દોડીને આવી ગયા હતા અને છાતી પર પમ્પિંગ કર્યુ હતુ. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યુ હતુ. 

આ સાથે રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયું છે. વિગતો મુજબ આ યુવક ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે.