રિપોર્ટ@પંચમહાલ: કરોડોના શૌચાલયના ચૂકવણાં બન્યા શંકાસ્પદ, તટસ્થ તપાસમાં ખુલે લાલિયાવાડી

 
Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગોધરા

પંચમહાલ જિલ્લામાં ગ્રામ વિકાસની અનેક યોજનામાં ડાયરેક્ટર અને ડીડીઓ સમક્ષ ફરિયાદ આવતી રહે છે. જેમાં વડાપ્રધાનની સૌથી વધુ મહેનત સમાન ઘર ઘર શોચાલમાં પંચમહાલ જિલ્લાનો રિપોર્ટ તપાસવા લાયક બન્યો છે. શૌચાલયની ગુણવત્તા, ચૂકવણાની પ્રક્રિયા, યોજનાની પારદર્શક અમલવારી સહિતના મામલે ભારે શંકાસ્પદ સ્થિતિ બની છે. તેમાં પણ ખાસ પૂર્વ ડીડીઓના સમયમાં સરેરાશ 26 કરોડની ગ્રાન્ટ ફાળવણીમાં ચોંકાવનારી હદે થયેલી ગોઠવણ ભારે સવાલો ઉભા કરી રહી છે. કોના ઈશારાથી કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે ગૃપને તમામ તાલુકાઓનો હવાલો સોંપવામાં આવ્યો હતો તે સવાલ છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી દિનેશ બારીયાએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટરને તપાસ કરવા કહ્યું છે. આવો જાણીએ શૌચાલય કથાની રસપ્રદ બાબતો....

પંચમહાલ જિલ્લામાં ગત સમયે થયેલા શૌચાલય અને તેનાં ચૂકવણાની પ્રક્રિયામાં લાલિયાવાડીના સવાલો ઉભા થયા છે. ભારત અને ગુજરાત સરકારની વખતોવખતની જોગવાઈ મુજબ લાભાર્થી શૌચાલય બનાવે કે પછી એજન્સી પરંતુ સહાયની રકમ તો લાભાર્થીના બેંક ખાતામાં જ જમા કરાવવાની રહે છે. આગામી ગ્રામ સુખાકારી સમિતિ દરમ્યાન લાભાર્થીને ફરજિયાત ચૂકવણું નહોતું પરંતુ જ્યારે નવા કમિશનર આવ્યા સખીમંડળને પણ શૌચાલય બનાવવાની તક આપી ત્યારે જે તે સખીમંડળોને ચૂકવણું થતું હતું. વર્ષ 2019 પછી ગ્રામ પંચાયતને ચૂકવણું કરવાની જોગવાઈ નહોતી છતાં પંચમહાલ જિલ્લામાં ટોપ લેવલથી ચોંકાવનારી ગોઠવણ થઈ હતી. વર્ષ 2020-21, 2021-22 દરમ્યાન સરેરાશ 26 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ખૂબ જ ગંભીર સવાલો ઉભા કરે છે. કેવી રીતે આવો જાણીએ......

Panchmahal

પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જે તે સમયે સરેરાશ 24 હજાર શૌચાલય બનાવ્યા હોવાનું જણાવી 26 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ પંચમહાલ જિલ્લા પંચાયતથી તાબા હેઠળની તાલુકા પંચાયત અને પછી સીધી ગ્રામ પંચાયતને હવાલે કરવામાં આવી હતી. શૌચાલયની ગ્રાન્ટ મેળવવામાં ગ્રામ પંચાયત કોઈ ભૂમિકા નહિ છતાં કોણે અને કેવી રીતે ગ્રાન્ટ આપી/અપાવી, કેવા સંજોગોમાં અને કયા કારણોસર ગ્રાન્ટ લીધી/આપી તે ગંભીર સવાલો છે. આટલું જ નહિ ગ્રાન્ટ મળ્યા બાદ જે તે ગ્રામ પંચાયતે કોના ઈશારા અને કોના કહેવાથી ગ્રાન્ટ મેળવી, ઉઠાવી, જે તે વ્યક્તિ, સંસ્થા કે ગૃપને ચૂકવી તે ગંભીર સવાલ છે. આટલું જ નહી, કરોડોના ખર્ચે કરેલા શૌચાલય પૈકી અનેક ગુણવત્તા વગરના, એસ્ટિમેન્ટથી વિરુદ્ધ, યોગ્ય ઉપયોગ વગરના રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂર્વ ડીડીઓ અર્જુનસિંહ વખતે ચોક્કસ કર્મચારીએ જિલ્લાથી માંડી તાલુકા અને ગ્રામ્ય પંચાયત સુધી ગ્રાન્ટની ગોઠવણ પાડી હતી. આ ગોઠવણ ખાનગી વ્યક્તિને માટે કરીને બધી જવાબદારી, રિસ્ક અને ઉહાપોહ ના થાય તે સુધીની ખાત્રી મેળવી હતી. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે સૌથી મોટો સવાલ છે કે, 24 હજાર શૌચાલય જો ગ્રામ પંચાયતોએ બનાવ્યા હતા તો કયા આધારે હુકમ કર્યો હતો? ઓનલાઇન પોર્ટલમાં કેમ લાભાર્થીઓને ચૂકવણું કર્યાનું બતાવો છો ? જો તાલુકાથી લઈ ગ્રામ પંચાયતનું બેંક સ્ટેટમેન્ટ અને ગ્રામ્ય પંચાયતે સદર રકમને રોકડેથી ઉપાડી કે ચેકથી આપી તે બાબતો તપાસ કરવામાં આવે તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે.