નિર્ણય@ગાંધીનગર: તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને DPEOનો મોટો આદેશ, રોજ 1 કલાક.......

અટલ સમાચાર, ડેસ્ક
ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓ માટે એક મહત્વનો આદેશ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, ગાંધીનગર DPEOએ પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કર્યો છે. જેમાં શિક્ષકોએ બાળકોને અભ્યાસ કરાવવા 1 કલાક વધુ ફાળવવા કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ધો. 3 થી 8 ના શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ આદેશ કરાયો છે.
ગાંધીનગરના ઈન્ચાર્જ DPEO ડૉ.બી.એન પ્રજાપતિએ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કોરોનામાં બાળકોના અભ્યાસ પર થયેલી અસરના પગલે એક મોટો આદેશ કર્યો છે. વિગતો મુજબ ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કર્યો છે. જેનો મુખ્ય હેતુ વધુ સમય ફાળવીને બાકી રહેલ અભ્યાસ સારી રીતે પૂર્ણ કરવાનો છે.
મહત્વનું છે કે, કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી અને ઓનલાઈન શિક્ષણ બાદ હવે બાળકોના અભ્યાસ પર થયેલી અસરને લઈ આ મોટો નિર્ણય લેવાયો છે. ઈન્ચાર્જ DPEO ડૉ.બી.એન પ્રજાપતિએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના સુધી ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ 1 કલાક વધારે ફાળવવા આદેશ કર્યો છે. આ સાથે હવે સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા શ્રમદાનની તપાસ કરાશે. મહત્વનું છે કે, ગાંધીનગરની 571 સરકારી શાળાઓ અને 39 ગ્રાન્ટઈન શાળાઓમાં શ્રમદાન કરવામાં આવશે.