ભક્તિ@અંબાસણ: દેવાધિદેવ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ, કરોડોનો ખર્ચ કરવા આખુંય ગામ એક રંગે

 
Ambasan

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા નજીકનું એક ગામ ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. ગામમાં ઉત્તરોત્તર મંદિરની સંખ્યા વધતી જાય છે ત્યારે ફરી એકવાર વધુ એક મંદિરની સ્થાપનાનો મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. દેવાધિદેવ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામલોકો, એનઆરઆઇ પરિવારો અને ધંધા અર્થે વિદેશ ગયેલા તમામ શ્રધ્ધાળુઓએ કરોડોના દાન આપ્યા છે. આટલું જ નહિ, મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા કરવા એક એક બાબતની કાળજી રાખી રહ્યા છે. મંદિરની ધજા માટે ઈશ્વરદાસ જીવીદાસ પરિવારે જવાબદારી લીધી હોઈ તડામાર તૈયારી સાથે ભક્તિના રંગે રંગાયા છે.

Ambasan

મહેસાણા જિલ્લા-તાલુકાના અંબાસણ ગામે શ્રધ્ધા, ભક્તિ, ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. દેવાધિદેવ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની હોઈ આખુંય ગામ એક બની યુવાનો સહિતના વિવિધ જવાબદારીમાં લાગ્યા છે. વૈધનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની કેટલાક મહિનાઓથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવેલી છે. સૌપ્રથમ તો આયોજન કમિટીએ મંદિરની સ્થાપનાની જાહેરાત કરી એવા તુરંત દાતાઓની સરવાણી વહેવા લાગી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કરોડોનો ખર્ચ કરી મહાદેવ મંદિર વધુને વધુ ભવ્ય બનાવવા કમિટીએ આખા ગામને સાથે લીધા છે. આ મહોત્સવ પ્રસંગે ધજા સહિતના ધાર્મિક કાર્યક્રમો માટે નટુભાઈ ઈશ્વરદાસ જીવીદાસ પરિવારે તડામાર તૈયારીઓ કરી હર્ષ ઉલ્લાસ સાથે પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા છે.

Ambasan

મહેસાણા અમદાવાદ હાઇવે પરના આ અંબાસણ ગામમાં દેવાધિદેવ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા એટલા માટે પણ ખાસ છે કે, આ પહેલાં પણ ગામમાં અનેક મંદિરની સ્થાપના થઈ ચૂકી છતાં ગામ લોકોનો અને વિદેશ રહેતાં પરિવારોની શ્રધ્ધા કે ભક્તિમાં સહેજ પણ ઘટાડો નથી બલ્કે ઉત્સાહ અનેકગણો છે. મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે ખાસ કરીને જે રીતે આયોજન થયું છે એ અન્ય લોકોને શિખવા લાયક છે. નાનામાં નાની બાબતની તકેદારી અને દરેક વિષયની જવાબદારી સાથે ભક્તિનો રંગ અંબાસણ ગામે લાગ્યો હોઈ આસપાસના વિસ્તારોમાં પણ અનેરો ઉત્સાહ ફેલાઇ ગયો છે.