આનંદો@ગુજરાત: સરકારી કર્મચારીઓની દિવાળી સુધરશે, ઓક્ટોબર માસનો પગાર એડવાન્સમાં આપવા નિર્ણય, આ તારીખે ખાતામાં આવશે પગાર

 
Indian Rupee

અટલ સમાચાર, ડેસ્ક 

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  નવલી નવરાત્રી વિદાય લઈ રહી છે.  20 દિવસ બાદ દિવાળી આવી રહી છે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર 20 ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના તમામ વર્ગના કર્મચારીઓનો 1થી 5 તારીખની વચ્ચે પગાર કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે 24 ઓક્ટોબરના રોજ દિવાળી હોવાથી કર્મચારીઓ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 20 ઓક્ટોબરના દિવસે જ પગારની ચૂકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા દિવાળીના થોડા દિવસ અગાઉ પગાર કરી દેવામાં આવશે.