નિર્ણય@મહેસાણા: દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં ફરી એકવાર કર્યો વધારો, જાણો એક જ ક્લિકે

 
Dudhsagar Dairy

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. ડેરીએ પશુપાલકોને દૂધેની ફેટના કિલો દીઠ 10 રૂપિયાનો વધારો આપ્યો છે. પશુપાલકોને 740 રૂપિયાને બદલે હવે 750 રૂપિયા મળશે, જેનો સીધો ફાયદો 5 લાખ જેટલા પશુપાલકોને મળશે. આ ભાવ વધારો આગામી 11 નવેમ્બરથી અમલી બનશે.

દૂધ સાગર ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. આ બધાની વચ્ચે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધસાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને 750 રૂપિયા પ્રતિ કિલો ફેટે મળશે. આ જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા મહિને પણ દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 19 ઓક્ટોબરે દૂધસાગર ડેરીએ પશુપાલકોને ભેટ આપી હતી. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પહેલા દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટે 730 રૂપિયાથી વધારીને 740 રૂપિયા કરાયો હતો. એટલે કે દૂધના ખરીદભાવમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો હતો. જે જાહેરાત બાદ પશુપાલકોએ ખુશી અનુભવી હતી.