ગુજરાતઃ આ કારણથી આવતીકાલે તમામ ખાનગી હોસ્પિટલમાં તમામ સારવાર બંધ રહેશે
ડો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકારના ઓથોરિટી દ્વારા ગુજરાતભરના તમામ હોસ્પિટલને અવૈજ્ઞાનિક અને અતાર્કિક નિર્ણયોની નોટિસ પાઠવી રહી છે. આઈસીયુ સુવિધા ધરાવતી હોસ્પિટલોને અને કાચના ફસાડ અંગે પણ નોટિસ પાઠવી રહી છે. ICU માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ અને તમામ કાચના ફસાડને તાત્કાલિક અસરથી દૂર કરી દેવા નોટિસ આપી રહ્યા છે. જેનો ગુજરાત મેડિકલ એસોસિએશને વિરોધ કર્યો છે. રાજ્યની ખાનગી હોસ્પિટલમાં તમામ સારવાર બંધ રાખવા ચીમકી ઉચ્ચારી છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના કો-ઓડીનેટર ડોકટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું છે કે, ખાનગી હોસ્પિટલમાં આઈસીયુને લઈ નોટિસ આપવામાં આવી રહી છે. એટલે કે, હોસ્પિટલમાં આઈસીયુ નીચે હોવાનું કહી રહ્યા છે. આઈસીયુએ માત્ર બેડ જ નથી હોતા તેનું આખું સેટઅપ હોય છે. ઓક્સિજન પ્લાન્ટ પણનું સેટઅપ લગાવવામાં આવેલું હોય છે. એટલે કે, તાત્કાલિક ધોરણે શક્ય નથી કે, આઈસીયુ વિભાગ છે તે નીચે લાવવામાં આવે.


તેમજ કોઈપણ હોસ્પિટલમાં આઈસીયુ નીચે હોતું નથી. સરકારના ઓથોરિટી દ્વારા ખાનગી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી રહી છે જેનો ગુજરાત મેડિકલ એસોસિયેશન વિરોધ કરી રહ્યા છે. 4000 ખાનગી હોસ્પિટલોમાં ઇમર્જન્સી સારવાર બંધ રાખવા ચીમકી ઉચારી છે અને 30,000 સભ્યો વિરોધ કરશે.


ડો મહેશ્વરી જણાવ્યું છે, હોસ્પિટલમાં આઈસીયુ ઉપર રાખવામાં આવે છે ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ ન હોય. ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ રાખવામાં આવે તો દર્દીને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જાય છે. હવા પ્રોપર ન મળે.સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલમાં નિયમ બધા માટે સરખા જ હોવા જોઈએ. સરકાર આમાં ડોક્ટરની સમિતિ બનાવે એક્સપોર્ટને સામેલ કરે અને પછી એના પર કોઈ નિરાકરણ પર આવે. એક તરફી નિર્ણય લેવો એ વ્યાજબી નથી. જોકે, હોસ્પિટલમાં સારવાર બંધના કારણે દર્દીઓને હાલાકી પડશે તો જવાબદાર કોણ.