પ્રવાસઃ બ્રિટનના PM આજે ગુજરાતની મુલાકાતે, ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી
pm british

અટલ સમાચાર, ડેસ્ક


બ્રિટનના PM બોરિસ જોનસન આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સી ગયા હતા. આ બાદ તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાતે પહોંચ્યા છે. આ પહેલા બ્રિટિશ PMનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાયો હતો. યુકેના PMનું અભિવાદન કરવા સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

UKના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ બપોરે લંચ બાદ અદાણી શાંતિગ્રામમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળશે. આ મુલાકાતમાં બંને વચ્ચે બ્રિટનમાં અદાણી ગ્રુપના સંભવિત રોકાણ અંગે ચર્ચા થવાની સંભાવના છે. આ મીટિંગમાં જેસીબીના ચેરમેન લોર્ડ બામફોર્ડ પણ ઉપસ્થિત રહે તેવી ચર્ચા છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
યુકેના PMના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેનાં સ્ટેજ તૈયાર કરાયાં હતાં. ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. ગુજસેલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુકેનો ધ્વજ લઈને પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બોરિસ જોનસનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ સમયે મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના નેતાઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.