બ્રેકિંગ@ગુજરાત: આ જિલ્લામાં ભરબપોરે 2.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ
Wed, 23 Nov 2022

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલીમાં જિલ્લામાં લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલીમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મીતીયાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયાના સમાચાર સામે આવ્યા છે. ભૂકંપ આવતા મીતીયાળામાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
વિગતો મુજબ ભૂકંપને કારણે અમરેલી જિલ્લાના મીતીયાળાના મકાનોમાં તીરાડો પડી હતી અને ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ભય ફેલાયો હતો. મીતીયાળા અભ્યારણના જંગલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા ગીરના વાંકિયા ગામમાં પણ ભૂકંપનો આંચકો અનુભાવાયાની પણ જાણકારી છે. બપોરે 12.47 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.