શિક્ષણઃ ગુજરાત યુનિવર્સિટીએ હવે ઓનલાઈન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરવાનું નક્કી કર્યું
ગુજરાત

અટલ સમાચાર, ડેસ્ક
 
 
કોરોના કાળ બાદ ઓનલાઈન એજયુકેશન એક ક્રાંતિના રૂપે ઉભરીને સામે આવ્યું છે. તેમાંય હવે ઘણા વિધાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં વધુ રસ પડ્યો છે. ત્યારે જે વિધાર્થીઓ ઓનલાઈન ડિગ્રી  કોર્સ કરવા માંગે છે તેઓ માટે મહત્વના સમાચાર ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી  દ્વારા હવે ઓનલાઈન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માટે આગામી સપ્ટેમ્બર માસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ત્યારે ક્યાં ડિગ્રી કોર્સ ઓનલાઈન થઈ શકશે તે જાણવું પણ એટલું જ આવશ્યક છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઓનલાઈન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરવા જઈ રહી છે. જે માટે 10 પીજી અને 3 યુજીના અભ્યાસક્રમમાં ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરવામાં આવશે. અન્ડર ગ્રેજ્યુએટના કોર્ષમાં બી.સી.એ., બી.એ. અને બી.કોમ. જેવા અભ્યાસ માટે ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરાશે. પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્ષમાં ફોરેન્સિક, સાઇબર સિક્યોરિટી, એન્વાયરમેન્ટલ સાયન્સ, ક્લાઈમેટ ચેન્જ, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ જેવા વિષયમાં ઓનલાઇન ડિગ્રી આપવામાં આવશે.

આ સાથે જ ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન ડિગ્રી આપતી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બનશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલીસી મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્કમાં ટોપ 100 સંસ્થામાં સ્થાન ધરાવતી દેશની સંસ્થાઓ ઓનલાઇન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરી શકે છે.