વાયરલ@રાધનપુર: ચૂંટણી ટાણે લવિંગજી લાઇમલાઇટમાં, બેસણાના સંતવાણી કાર્યક્રમમાં કર્યો નોટોનો વરસાદ
Sat, 26 Nov 2022

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત ચુંટણીમાં જીત માટે તમામ પક્ષના ઉમેદવારો ધાર્મિક અને સામાજીક કાર્યક્રમ સાથે સારા અને ખરાબ પ્રસંગોમાં પણ સામેલ થવા લાગ્યા છે. જેમાં અમુક કાર્યક્રમમાં નેતાઑ વિવાદમાં પણ સપડાઇ રહ્યા છે. ત્યારે આવી જ એક મુશ્કેલી રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજીએ ઠાકોરે ઉભી કરી છે. જેમાં બેસણાના દરમિયાન રાખેલ સંતવાણી કાર્યક્રમમાં લવિંગજી ઠાકોર રૂપિયાનો વરસાદ કરતા નજરે પડે છે. જે વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજીએ બેસણામાં રૂપિયા ઉડાવ્યા હતા. વારાહી ખાતે બેસણાનો સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લવિંગજીએ રૂપિયા ઉડાવ્યા હતા. એટલુ જ નહિ આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યો છે. જેમાં લવિંગજી ઠાકોર રૂપિયા ઉડાવતા દ્રશ્યમાન થાય છે. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો હોવાથી ચર્ચા જાગી છે.