રિપોર્ટ@ગુજરાત: લ્યો બોલો ચૂંટણી બાદ કર્મચારીઓને પગાર જ નથી ચૂકવાયો, ચૂંટણી પંચ એક્શનમાં

 
Gujarat Vidhansbha

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કર્મચારીઓને પગાર ચુકવવામાં ન આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ચૂંટણી પૂર્ણ થયાના એક મહિના વીતી ગયો હોવા છતાં હજુ સુધી પગાર ન ચૂકવતા કર્મચારીઓ અધીરા બન્યા છે. જેને લઈને આગામી 10 દિવસમાં મહેનતાણું ચૂકવવા ચૂંટણીપંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ જિલ્લા ચૂંટણી અધીકારીઓને આ અંગે આદેશ કરી ઘટતું કરવા સૂચન કર્યા છે.

મહતવનું છે કે, રાજ્યના બજેટને લઈને સરકાર દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. બજેટ અગાઉ ગાંધીનગરમાં વિભાગવાર બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે આજે કૃષિ, પંચાયત, ગ્રામગૃહ નિર્માણ વિભાગમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી તો ગ્રામ વિકાસ તથા પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગમાં પણ બેઠકો ચાલી રહી છે. 

આ સાથે સંબંધિત વિભાગ દ્વારા નાણા વિભાગ સાથે બજેટલક્ષી બેઠક કરવામાં આવી છે. જેમાં બજેટ સત્રમાં નવી બાબતો અને આગામી આયોજનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાણામંત્રી સાથે કૃષિમંત્રી અને પંચાયતમંત્રીએ ચર્ચા કરી હતી. ત્યારબાદ હજુ પણ તબક્કાવાર વિવિધ વિભાગો સાથે આગામી 2 દિવસ બેઠકો થશે.