રોગચાળોઃ સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાઇરસની અસર, 144 પશુઓના મોત થતા હાહાકાર
લમ્પી વાઇરસ

અટલ સમાચાર, ડેસ્ક


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસની કહેર યથાવત છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાઇરસથી 144 પશુઓના મોત થતા હાહાકાર મચી ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. ગામડાઓમાં લમ્પી વાઇરસના પ્રકોપથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ ફેલાયો છે. રાજકોટ જિલ્લાના 26 ગામડામાંથી 172 ગાયમાં લંપીના લક્ષણો જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની જપટે ચડ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 25,900 પશુઓમાં વેક્સિનેશન થયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લંપી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સહિતના વિભાગોએ વેક્સિનેશન વધારવાની કવાયત હાથ ધરી છે.
 
કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ 16 જુલાઈના રોજ UAEથી મલપ્પુરમ આવ્યો હતો. તાવની ફરિયાદ બાદ તેને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનામાં મંકીપોક્સના ચેપના લક્ષણો દેખાવા લાગ્યા. હાલમાં દર્દીના પરિવાર અને તેના સંપર્કમાં આવતા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રીજા કેસની પુષ્ટિ થઈ છે.
 
ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 14 જુલાઈના રોજ નોંધાયો હતો. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) થી પરત ફરેલા 35 વર્ષીય વ્યક્તિને મંકીપોક્સ હોવાની પુષ્ટિ થઈ હતી. આ પછી એક ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ કેરળ મોકલવામાં આવી હતી. આ ટીમને રાજ્યના અધિકારીઓને આરોગ્યના પગલાં લાગુ કરવામાં મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

 
તાત્કાલિક પગલાં લેતા કેરળ સરકારે 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું હતું. આ સાથે રાજ્યના ચારેય એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા હતા. પરંતુ 13 જુલાઈના રોજ દુબઈથી કન્નુર પહોંચેલા 31 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સ ચેપનો બીજો કેસ નોંધાયો હતો, જેની પુષ્ટિ 18 જુલાઈએ થઈ હતી.

 
મંકીપોક્સ એક વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. જો કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે અન્ય વ્યક્તિ ચેપગ્રસ્ત દર્દીના ખૂબ લાંબા સમયથી નજીકના સંપર્કમાં હોય. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે મંકીપોક્સ વાયરસ દર્દીના શરીરના પ્રવાહી અથવા ઘા સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. તે દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતા કપડાં દ્વારા પણ ફેલાય છે. જો કે, મંકીપોક્સ એ ખાસ કરીને ઝૂનોસિસ છે, જેનો અર્થ એક રોગ છે જે ચેપગ્રસ્ત પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે.