રાજપીપળાઃ હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ ન હોવાને કારણે નકલી દર્દીઓને દાખલ કરવામાં આવ્યા

નર્સિંગના વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીને હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં સુવડાવી દેવામાં આવ્યા હતા. જોકે, અમારા સંવાદદાતાએ હોસ્પિટલમાં જઇને ગ્રાઉન્ડ રિપોર્ટીંગ કર્યું ત્યારે આ આખી વાત અગલ જ દેખાઇ. સિવિલ સર્જને આ અંગે ઘટસ્ફોટ કર્યો છે.
 
રાજપીપરા

અટલ સમાચાર, ડેસ્ક

જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી 103 વર્ષ જૂની સિવિલ હોસ્પિટલને  સ્થળાતંર કરીને વડીયા પેલેસ ખાતે આવેલી આયુર્વેદિક કોલેજના નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી છે. આ જનરલ હોસ્પિટલને GMERS સાથે સંલગ્ન કરવામાં આવી હોવાને કારણે આ હોસ્પિટલને 'મેડિકલ કોલેજ સંલગ્ન GMERS હોસ્પિટલ' તરીખે પણ ઓળખવામાં આવે છે. અહીં મેડિકલ કોલેજને મંજૂરી આપવા બાબતે હોસ્પિટલમાં ઇન્સ્પેક્શ હાથ ધરવામાં આવ્યું હતુ. ત્યારે ચર્ચાઓ થઇ રહી હતી કે, હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ ન હોવાને કારણે નકલી દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

નર્સિંગના વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. વાત એવી પણ સામે આવી હતી કે, નર્સિંગના વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીને હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં સુવડાવી દેવામાં આવ્યા હતા. જોકે, અમારા સંવાદદાતાએ હોસ્પિટલમાં જઇને ગ્રાઉન્ડ રિપોર્ટીંગ કર્યું ત્યારે આ આખી વાત અગલ જ દેખાઇ. સિવિલ સર્જને આ અંગે ઘટસ્ફોટ કર્યો છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

આ અંગે જ્યારે અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે અગલ જ વાત સામે આવી હતી. રાજપીપળાના સિવિલ સર્જન, જ્યોતિ ગુપ્તાએ વાયરલ વીડિયો અંગે જણાવતા કહ્યું કે, તમે જાણો છો કે, નર્મદા જિલ્લામાં આ એક મોટી હોસ્પિટલ છે. 100 વર્ષ જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. જેથી અમે આયુર્વેદિક હોસ્પિટલના કેમ્પસમાં સારવાર ચાલુ કરી છે. જો આપણે નર્સિંગ વિદ્યાર્થીઓની વાત કરીએ તો, અમે તેમને શિફ્ટિંગ માટે પણ બોલાવ્યા હતા અને બીજું કે, તેમને ભણવામાં પ્રેક્ટિલ પણ હોય છે. એટલે તેમને પ્રેક્ટિસ થાય તે માટે અહીં બોલાવ્યા હતા. અમારો સિનિયર સ્ટાફ આ વિદ્યાર્થીઓને કઇ રીતે સારવાર કરવી તે શીખવાડતો હતો. આ બનાવ પણ તે વખતનો જ છે કે, સ્ટાફ વિદ્યાર્થીઓને શીખવાડતું હતુ કે, કઇ રીતે વેનફ્લો નાંખવા માટે પટ્ટીઓ સેટ કરી શકાય.