દહેગામઃ નર્મદા કેનાલની સાયફનમાં બે સંતાનોના પિતાએ મોતની છલાંગ લગાવી, પરિવારમાં માતમ છવાયો

આ ટીમ ઊંડા પાણીમાંથી પણ લાશ શોધી લાવવામાં માહેર છે. પણ ઘણું અંધારું થઈ જતાં આ ટીમે પણ લાશ કાઢવા માટે અસમર્થતા દર્શાવી હતી. કેમકે સાયફનમાં પાણી વધુ હતું અને અંધારું પણ વધારે થઈ ચૂક્યું હતું.
 
દહેગામ

અટલ સમાચાર, ડેસ્ક

 
દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલની સાયફનમાં ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં ગામના આશરે 32 વર્ષીય દશરથ મનુભાઈ ડાભીએ દોડીને પડતું મુક્યું હતું. જેની જાણ થતાં ગામના સરપંચ સહીતના ગ્રામજનો સાયફન પર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં દશરથનાં પત્ની સહિતના પરિવારજનો પણ પહોંચી ગયા હતા. અને રોકકળ મચાવી મૂકી હતી.

મળતી માહીતી મુજબ બાદમાં સાયફનમાં તપાસ કરતાં દશરથનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેનાં પગલે બહીયલનાં તરવૈયાની ટીમને બોલાવવામાં હતી. આ ટીમ ઊંડા પાણીમાંથી પણ લાશ શોધી લાવવામાં માહેર છે. પણ ઘણું અંધારું થઈ જતાં આ ટીમે પણ લાશ કાઢવા માટે અસમર્થતા દર્શાવી હતી. કેમકે સાયફનમાં પાણી વધુ હતું અને અંધારું પણ વધારે થઈ ચૂક્યું હતું.
 
આખરે દહેગામ ફાયર બ્રિગેડનાં ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ રાઠોડ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સામાન્ય રીતે ફાયર બ્રિગેડ રાત્રીના સમયે રેસ્કયુ ઓપરેશન હાથ ધરતી નથી. પણ સમય સંજોગો જોતાં ફાયર ટીમે દશરથની શોધખોળ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ગામના દોઢસો ગ્રામજનોએ પણ સાથ આપવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના બે ફાઇટર તેમજ સરપંચ દ્વારા એક બીજું એમ મળીને ત્રણ ફાયર ફાઇટર ગોઠવીને સાયફનમાંથી પાણી ઉલેચવાની શરૂઆત કરાઈ હતી. ત્યારે રાત્રીના દોઢેક વાગ્યા સુધી સાયફનમાંથી પાણી ઉલેચયાં પછી દશરથની લાશ બહાર કાઢવામાં આવી હતી.