બિગબ્રેકિંગ@ગુજરાત: આખરે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ ?

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેર કરી દેવામાં આવી છે. જેમાં કાંતિ અમૃતિયાને મોરબીમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત સિવાય સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોટિયાથી ચૂંટણી લડશે.રાજકોટ દક્ષિણ બેઠક પરથી રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે આ ઉમેદવારોને આપી ટિકિટ
અબડાસા - પ્રધુમનસિંહ જાડેજા
માંડવી - અનીરૂધ્ધ દવે
ભૂજ - કેશુભાઈ પટેલ
અંજાર - ત્રિકમ છાંગા (માસ્તર)
ગાંધીધામ - માલતી મહેશ્વરી
રાપર - વિરેન્દ્રસિંહ જાડેજા
વિસનગર - ઋષિકેશ પટેલ
ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
ગાંધીનગર દક્ષિણ - અલ્પેશ ઠાકોર
વિરમગામ - હાર્દીક પટેલ
દસાડા- પી.કે. પરમાર
લીંબડી- કિરીટસિંહ રાણા (રિપીટ)
વઢવાણ- જિજ્ઞા પંડ્યા
ચોટીલા - શામજી ચૌહાણ
ધ્રાંગધ્રા- પ્રકાશ વરમોરા
મોરબી- કાંતિ અમૃતિયા
ટંકારા - દુર્લભજી
વાંકાનેર - જીતુ સોમાણી
રાજકોટ પૂર્વ ઉદય કાનગડ
રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા
રાજકોટ ગ્રામ્ય - ભાનુંબેન બાબરીયા
ગોંડલ- ગીતાબા જાડેજા (રિપીટ)
જેતપુર - જયેશ રાદડીયા
કાલાવાડ - મેઘજી ચાવડા
જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ
જામનગર દક્ષિણ - રીવાબા જાડેજા