ગુજરાતઃ પોલીસની સઘન તપાસથી એક જ વર્ષમાં ડ્રગ્સ બનાવતી પાંચ ફેક્ટરી ઝડપાઇ

જેના કારણે સરકારમાં ચિંતા વધી છે. ગુજરાત એટીએસ અને પોલીસની ખાસ ટીમો બનાવીને આ અંગે સઘન કાર્યવાહી થઇ રહી છે.
 
drugs

અટલ સમાચાર, ડેસ્ક  


રાજ્યમાં દારૂ, લઠ્ઠો અને હવે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઇ રહી છે. ત્યારે ગુજરાત પોલીસે સઘન તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. જેના કારણે રાજ્યમાં વર્ષમાં પાંચ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, એક જ વર્ષમાં ગુજરાતમાં બીજા દેશમાંથી ઘુસાડવામાં આવતું ચાલીસ હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે એમડી ડ્રગ્સ બનાવવાની પાંચ ફેક્ટરી પણ ઝડપી પાડવામાં આવી છે. જેના કારણે સરકારમાં ચિંતા વધી છે. ગુજરાત એટીએસ અને પોલીસની ખાસ ટીમો બનાવીને આ અંગે સઘન કાર્યવાહી થઇ રહી છે.

ગુજરાતનો દરિયા કિનારો હજારો કરોડોના ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર બની રહ્યું છે. છેલ્લા એક જ વર્ષમાં ગુજરાત એટીએસ, નાર્કોટિક્સ સેલ અને ગુજરાત પોલીસ દ્વારા 40,000 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ધૂસાડતા રહ્યાં છે. જેના કારણે દેશભરની પોલીસ અને એજન્સીઓ સાથે સંકલિત કામગીરી કરી ડ્રગ્સ માફિયાઓ ઉપર અંકુશ મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેના કારણે ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પર પણ આ ખાસ ટીમોએ તવાઇ કરી છે. જેથી એક જ વર્ષમાં ચાર ડ્રગ્સની ફેક્ટરીઓ અને ગોડાઉન પકડાયા છે.

વર્ષ 2021ની 25 ડિસેમ્બરના રોજ અમદાવાદના નવા નરોડામાં ક્રાઇમ બ્રાંચે મેથ એમ્ફોટામાઇન બનાવવાની ફેક્ટરી પકડાઇ હતી. ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા કેમિસ્ટ શહેરના જુદા જુદા વિસ્તારમાં ડ્રગ્સ મોકલતા હતા. તાજેતરમાં એટીએસની ટીમે સાવલીના મોક્ષી ગામની સીમમાંથી 1125 કરોડના ડ્રગ્સ સાથેની ફેક્ટરી ઝડપી પાડી છે. મુંબઈના એન્ટી નાર્કોટિક સેલ દ્વારા પાનોલી જીઆઈડીસીમાંથી 1026 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતુ. આ સાથે ભરૂચ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી 1383 કરોડનું ડ્રગ્સ પકડાયુ છે.
  
 
સૂત્રો પાસેથી આધિકારિક માહિતી પ્રમાણે, ગુજરાતના અનેક શહેરોની જીઆઈડીસીમાં કેમિકલ બનાવતી કંપનીઓ કાર્યરત છે. ડ્રગ્સ માફિયાઓ વચેટિયા ઉભા કરીને આવી કંપનીઓનો સંપર્ક કરીને લિક્વિડ મેફેડ્રોન એક જગ્યાએ બનાવીને બીજી જગ્યાએ ડ્રગ્સને સુકવીને પાવડર ફોમમાં તૈયાર કરવામાં આવે છે. હાલ ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીમાં આ જ મોડસ ઓપરન્ડી ચાલતી હતી.