રાજનીતિ@ગુજરાત: ચૂંટણી બાદ કોંગ્રેસ દ્વારા પરિણામોના કારણોની સાતત્યતા ચકાસવા કમિટીનું ગઠન

 
Mallikarjun khadge

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસ માટે માઠા પરિણામો આવ્યા છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ દ્વારા મંથન હાથ ધરવામાં આવ્યું છે જેમાં કંગાળ પરિણામ પાછળના કારણો જાણવા મથામણ કરવામાં આવી રહી છે.આ અંગે પરિણામોના કારણોની સાતત્યતા ચકાસવા કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસે 3 સભ્યોની સત્ય શોધક સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિ દ્વારા ચૂંટણી પરિણામોના કારણોની સાતત્યતા અંગે ચકાસણી કરવામાં આવશે. જેમાં નીતિન રાઉતની અધ્યક્ષતામાં રિપોર્ટ બનાવવામાં આવશે. વધુમાં આ સમિતિમાં શકીલ અહેમદ ખાન અને સપ્તગીરી શંકર ઉલકાની પણ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમા ખરાબ પરિણામોના કારણો જાણવામાં આવશે અને ત્યારબાદ ભવિષ્યમાં તેનું પુનરાવર્ણ ન થાય તે માટે તેને નિવારણ પર ભાર મુકવામાં આવશે.આ તમામ બાબતોનો સર્વે કરવામાં આવશે.

સત્ય શોધક સમિતિના સભ્યો દ્વારા ઊંડુ નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને એક રિપોર્ટ બનાવવામાં આવશે. ત્યારબાદ કમિટીનો રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાન્ડને સોંપવામાં આવશે અને તેના તારણોને લઈને આગમી સમયમાં નિર્ણયો લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસએ સપને પણ ન વિચાર્યું હોય તેવું ખરાબ પરિણામ આવ્યું છે. ત્યારે હવે 2024 સંસદની ચૂંટણીને લઈને કોંગ્રેસ ફરીથી એક્ટિવ મોડમાં આવી છે અને તૃટીઓને દૂર કરવા કોંગ્રેસ સતર્ક મોડમાં આવી છે.