બ્રેકિંગ@ગુજરાત: ચાર IAS અધિકારીઓને અગ્ર સચિવ તરીકે બઢતી અપાઈ, જાણો એક જ ક્લિકે
Dec 31, 2022, 17:15 IST

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં ફરી એક વાર બઢતી અને ફદલીનો દોર શરૂ થઈ ગયો છે. ગઈકાલે સામાન્ય વહિવટ વિભાગે 6 પ્રોબેશનરી IAS અધિકારીઓને પોસ્ટિંગ આપ્યું હતું. આ તરફ આજે ફરી 4 IAS અધિકારીઓને બઢતી અપાઈ છે.
ધનંજય દ્વિવેદીને નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં જ અગ્ર સચિવ તરીકે બઢતી અપાઈ છે જે વર્તમાનમાં આ વિભાગમાં જ સચિવ તરીકે ફરજ બજાવે છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગના અગ્ર સચિવ તરીકે મોહમ્મદ શાહિદને બઢતી આપાઈ છે, જે પણ અગાઉ આ જ વિભાગના સચિવ તરીકે કામગીરા કરી રહ્યાં છે.
આ સાથે ડૉ. એસ. મુરલી કૃષ્ણને પણ આદિજાતિ વિકાસ વિભાગના સચિવમાંથી અગ્ર સચિવની બઢતી આપાઈ છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત સંજીવ કુમારની રેન્કમાં વધારો કરાયો છે જેમને અગ્ર સચિવની રેન્ક અપાઈ છે.