શિયાળો@ગુજરાત: રાજ્યમાં ઠંડા પવન સાથે ગાત્રો થીજવતી ઠંડી, જાણો તમારા શહેરમાં કેટલું તાપમાન ?

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

સતત વધી રહેલી ઠંડીને કારણે રાજ્યમાં જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. રાજ્યમાં હાલ ઠંડા પવન સાથે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. 

નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજી પણ યથાવત છે. બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. જે બાદ તાપમાન ઉંચુ જતા ઠંડીમાં ઘટાડો થશે. નોંધનીય છે કે, રાજ્યમાં બે દિવસ ઠંડીમાં ઘટાડો થતા ગુજરાતીઓને ઠંડીમાં રાહત મળી હતી. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી ગાયબ થઈ હતી. જોકે, હવામાનની આગાહી પ્રમાણે હવે ફરી કડકડતી ઠંડી પડવા લાગી છે. 

કયા શહેરમાં કેટલું તાપમાન?

નલિયામાં નોંધાયું 8.1 ડિગ્રી તાપમાન

ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું

વડોદરામાં નોંધાયું 11.6 ડિગ્રી તાપમાન

સુરતમાં નોંધાયું 14.6 ડિગ્રી તાપમાન

ભુજમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું

અમરેલીમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજકોટમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું

સુરેન્દ્રનગરમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું